Header Ads

૧લી જાન્યુ.થી રજિસ્ટ્રેશન માટે ધક્કા બંધ, નંબરપ્લેટ સાથે જ વાહન મળશે.

૧લી જાન્યુ.થી રજિસ્ટ્રેશન માટે ધક્કા બંધ, નંબરપ્લેટ સાથે જ વાહન મળશે.




rto vadodaraઆરટીઓ કચેરીમાં લાઈસન્સથી લઈને વાહન રજિસ્ટ્રેશન, તેની બુક, નંબરપ્લેટ જેવી સેવાઓ માટે થતા ભ્રષ્ટાચાર ઉપર રૂપાણી સરકારે સર્જિકલ સ્ટ્રાઈક સર્જવાનો નિર્ણય કર્યો છે. એકહથ્થાં અધિકારોને કારણે કાયમ પૈસા માંગતા ઈન્સ્પેક્ટર- એજન્ટરાજમાંથી નાગરિકોને મુક્તિ મળશે. ૧લી જાન્યુઆરી ૨૦૧૭થી વાહન રજિસ્ટ્રેશન માટે આરટીઓ કચેરી સુધી લાંબા થવુ પડશે નહીં. આવી તમામ સેવાઓ એક જ દિવસમાં આપવા સરકારે વન-ડે સર્વિસના અમલ માટે ટુ અને ફોર વિહિકલ કંપનીઓના ૧૪૭ શોરૂમ- વર્કશોપને ડિમ્ડ આરટીઓ જાહેર કર્યા છે.


વર્ષ ૨૦૧૭ના આરંભે લાઈસન્સ, રજિસ્ટ્રેશન ર્સિટફિકેટ, હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન નંબરપ્લેટ એક જ દિવસમાં ઉપલબ્ધ થાય તે ઉદ્દેશ્યથી વાહન વ્યવહાર કમિશનર કમલ દયાણીએ મંગળવારે પરિપત્ર દ્વારા સૂચનાઓ બહાર પાડી છે. આ સૂચનાઓ મુજબ ૧લી જાન્યુઆરી ૨૦૧૭થી વાહન માલિકોને એચએસઆરસી અને આર.સી. એક જ જગ્યાએથી એટલે કે ડીલરને ત્યાંથી જ મળી રહેશે.


નંબરપ્લેટ ફિટ કરાવ્યા વગર વાહન ડીલર્સ પ્રિમાઈસિસમાંથી બહાર નીકળી શકશે નહીં. તેના માટે ડીલરને ત્યાં જ જરૂરી ઈક્વિપમેન્ટ અને મેનપાવરની વ્યવસ્થા કરવામાં આવશે. આ વ્યવસ્થાને કારણે આર.સી.બુક તૈયાર કરવાનો બેકલોગ ઘટશે. એટલુ જ નહીં, જે વાહન માલિકો એક વખત વાહન ડીલર્સને ત્યાંથી વાહન લઈ ગયા બાદ આરટીઓ કચેરીએ જવાનુ પસંદ કરતા નથી, બહારથી ડુપ્લિકેટ્સ નંબર પ્લેટ ફિટ કરાવીને ફરે છે. આથી, હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ- એચએસઆરપી લાગ્યા પછી જ વાહનને રસ્તા ઉપર ઊતારી શકાશે. ડીલર્સના શોરૂમ કે વર્કશોપમાં થનારી રોજેરોજની આ કામગીરી માટે સિનિયર મોટર વાહન નિરીક્ષક કે સહાયકને નોડલ અધિકારી તરીકે દરરોજ સાંજે દિવસભરના કામકાજનો રિપોર્ટ પણ કમિશનરને ઈ-મેલથી પહોંચતો કરવામાં આવશે.

No comments:

Copyright © 2016 MS INFOTECH. Powered by Blogger.